બિહારના DyCM સુશીલ મોદી કોરોના પોઝિટિવ, પટણા AIIMS માં દાખલ
Trending Photos
પટણા: બિહાર વિધાનસભા ચૂંટણી (Bihar Assembly Election) ના પ્રચાર વચ્ચે કોરોનાનો પ્રકોપ વધવાની આશંકા પ્રબળ બની રહી છે. બિહારના નાયબ મુખ્યમંત્રી સુશીલકુમાર મોદી (Sushil Modi) કોરોના પોઝિટિવ (Corona Positive) આવ્યા છે. તેમને પટણાની એમ્સ હોસ્પિટલમાં દાખલ કરાયા છે. સુશીલ મોદીએ પોતે ટ્વીટ કરીને જાણકારી આપી.
સુશીલ મોદીએ ટ્વીટ કરીને લખ્યું કે, 'હું કોરોના પોઝિટિવ આવ્યો છે. સામાન્ય તાવ હતો જો કે બે દિવસથી તાવ નથી. હાલ વધુ સારી રીતે મોનિટરિંગ માટે પટણા એમ્સ હોસ્પિટલમાં દાખલ છું. ફેફસાનું સીટી સ્કેન નોર્મલ છે. જલદી પ્રચારમાં સામેલ થઈશ.'
Tested positive for CORONA.All parameters perfectly normal.Started with mild https://t.co/cTwCzt88DL temp.for last 2 days.Admitted to AIIMS Patna for better monitoring.CT scan of lungs normal.Will be back soon for campaigning.
— Sushil Kumar Modi (@SushilModi) October 22, 2020
અત્રે જણાવવાનું કે બિહારમાં સુશીલ મોદી અગાઉ ભાજપના અનેક અન્ય નેતાઓ પણ કોરોનાની ઝપેટમાં આવી ચૂક્યા છે. ભાજપના પ્રવક્તા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી શાહનવાઝ હુસૈન પણ કોરોના પોઝિટિવ આવ્યા. ત્યારબાદ રાજીવ પ્રતાપ રૂડી, મંગળ પાંડેએ પોતાને ક્વોરન્ટિન કર્યા હતા.
બિહારમાં પહેલા તબક્કાના મતદાનને માત્ર એક અઠવાડિયાનો સમય બચ્યો છે. 28 ઓક્ટોબરે મતદાન છે. આવામાં ભાજપ માટે આ મોટો ઝટકો છે. કારણ કે સતત નેતાઓ ક્વોરન્ટિન થઈ રહ્યા છે. જેની અસર ભાજપના પ્રચાર કેમ્પેઈન પર પડી શકે છે. શુક્રવારથી બિહારમાં ભાજપ માટે પીએમ મોદી પોતે ચૂંટણી પ્રચારની બાગડોર સંભાળશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે